નોરાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ‘હું કેનેડાથી મુંબઇ આવી હતી પરંતુ તે શરૂઆતના સમયનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો. આ સમયે હું બોલિવૂડમાં કામ શોધતી હતી. મને એક કાસ્ટિંગ ડાયરેક્ટરે ફોન કરીને તેમના ઘરે બોલાવી હતી. હું તેમના જણાલેવા સમય મુજબ ઘરે પહોંચી ગઇ પરંતુ તે સમયે એ મહિલા કાસ્ટિંગ ડાયરેક્ટરે મને કહ્યું કે, તારામાં કોઇ ટેલેન્ટ નથી. તારે પરત ફરી જવું જોઇએ. અમારે તારા જેવા લોકોની કોઇ જરૂરત નથી”
નોરાએ કહ્યું હતું કે, ‘આ સૌથી વધારે ખરાબ સમય હતો. હું આ સમયે તૂટી ગઇ હતી.કાસ્ટિંગ ડાયરેક્ટરના શબ્દો સાંભળીને હું ઘ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી’ જો કે ત્યારબાદ નોરાએ મહેનત કરી અને આજે તેમની પાસે કામની કમી નથી. તેમના ટેલેન્ટને આજે બોલિવૂડ પણ સ્વીકારે છે.