એક્ટ્રેસ નોરા ફતેહીએ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં હેરસ્ટાઈલ પાછળ ખર્ચી નાખ્યા અધધ... અઢી લાખ રૂપિયા !
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2020 05:07 PM (IST)
સ્ટ્રીટ ડાન્સર 3Dનું નિર્દેશન રેમો ડિસૂઝાએ કર્યું છે. નોરા સિવાય વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના સોન્ગ ‘ગરમી’ થી ખરેખર મોહોલમાં ગરમી લાવી દીધી છે. પરંતુ સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે ફિલ્મમાં નોરાએ પોતાની હેરસ્ટાઈલ પાછળ અઢી લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. નોરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને દુબઈમાં પોનીટેલ કસ્ટમ વિશે જાણવા મળ્યું હતું. તેણે કહ્યું કે, મને અને માર્સેલો (હેર અને મેકઅમ સ્ટાઈલિસ્ટ)ને એવા મેન્યૂફેક્ચરર મળ્યા, જેને મારી માંગ અનુસાર પોનીટેલ બનાવ્યું હતું. અમે ઈચ્છતા હતા કે શ્રદ્ધા સાથે ફેસ-ઑફ દ્રશ્યના શૂટ દરમિયાન પોનીટેલ લાંબી અનો મોટી લાગે, જેથી સારો પ્રભાવ પડે. નોરા ફતેહીએ કહ્યું, પોનીટેલ બનાવવા માટે 500 ગ્રામ અસલી માણસના વાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ ડાન્સર 3Dનું નિર્દેશન રેમો ડિસૂઝાએ કર્યું છે. નોરા સિવાય વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે.