તેમણે આગળ જણાવ્યું હતું કે, પહેલા ખેડૂતો આત્મહત્યા કરતા હતા અને હવે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. જેના પર કોઈ વાત કરતું નથી. તળીયે જતાં જીડીપી પર કોઈ વાત કરતું નથી. નોકરી પર સવાલો કરતા પકોડા તળવાની સલાહ આપે છે. પણ ડુંગળી 150 રૂપિયા થઈ ગઈ છે તો પકોડા પણ કઈ રીતે બનાવીએ ?
શ્રીનિવાસે કહ્યું કે, યુવાઓને નોકરીનું ગ્રહણ લાગ્યું છે, તને જોવા માટે મોદીજીને ક્યા ચશ્મા જોઈએ? નોટબંધી અને જીએસટી, એનઆરસીની જરૂરત કોઈને ન હતી. કોઈ તેની માગ કરી રહ્યા ન હતા. દેશને રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર (એનઆરયૂ) જોઈએ છે. નરેન્દ્ર મોદી જેટલા યુવાઓને નોકરી નથી મળી તેની સાથે વાત કરે. શિખર ધવનનો અંગૂઠો તૂટ્યો ત્યારે મોદીજીએ ટ્વિટ કર્યું હતું. દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે, હિંસા થઈ રહી છે, પરંતુ પીએને તેના પર બોલવીની કોઈ પડી નથી.
યૂથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના પર આવેલા મિસ કોલના આંકડા સરકારને મોકલવામાં આવશે. જેનો ટોલ ફ્રિ નંબર છે 8151994411 છે.