8 વર્ષ મોટા ડિરેક્ટરને ડેટ કરી રહી છે આ એક્ટ્રેસ, એકસાથે કરી ચુક્યા છે અનેક ફિલ્મ
મુંબઈ: ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ માં કામ કરી ચુકેલી એક્ટ્રેસ નુસરત ભરુચા હાલમાં તેના લવ અફેરને લઈને ચર્ચામાં છે. નુસરત પોતાનાથી 8 વર્ષ મોટા ડાયરેક્ટરને ડેટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ પ્રમાણે નુસરત ફિલ્મ સોનૂ કે ટીટૂની સ્વીટી’ના ડાયરેક્ટર લવ રંજન સાથે ડેટિંગ કરી રહી છે. જો કે બન્નેએ પોતાના રિલેશન અંગે કોઈજ ખુલાસો કર્યો નથી પણ સૂત્રો પ્રમાણે બન્ને રિલેશનશિપમાં છે.
નુસરત અને લવના નજીકના લોકોએ અનુસાર આ બન્ને વચ્ચે રિલેશનશિપની શરૂઆત થઈ ગઈ છે. પણ બન્નેએ આ અંગે કોઈ જ ખુલાસા કર્યા નથી.
નુસરત અને લવ રંજન વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપને લઈને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. નુસરત ભરૂચા અને લવ રંજને ફિલ્મ ‘પ્યાર કા પંચનામાં’, ‘આકાશવાળી’ અને ‘પ્યાર કા પંચનામા-2’ માં સાથે કામ કર્યું છે, બન્ને એક બીજાને છેલ્લા ઘણા સમયથી ઓળખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -