સોનાની માંગ 10 વર્ષના તળિયે, જાણો કેટલી ઘટી શકે છે કિંમત
રિપોર્ટ મુજબ ચાલુ ત્રિમાસિકમાં રોકાણની માંગમાં 27 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જે ગત વર્ષના સમાનગાળાના 394 ટનની તુલનામાં ઘટીને 287 ટન થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તર પર તેની ડિમાન્ડ 973 ટન હતી. ડબલ્યુસીજી મુજબ રોકાણની માંગમાં ઘટાડો થવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. ગોલ્ડ બાર અને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટવાથી માંગ ઓછી થઈ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા ગોલ્ડ ડિમાન્ડ ટ્રેડ્સ નામનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 2018ના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ ઘટી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તર પર સોનાની માંગ 7 ટકા ઘટી છે. રોયટર્સ મુજબ 2008 બાદ કોઇપણ ત્રિમાસિકમાં સોનાની માંગમાં સૌથી વધારે નબળાઈ જોવા મળી છે.
સોનાની માંગ ઘટવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં સોનાની કિંમતમાં વધારો, નબળો રૂપિયો અને જીએસટી મુખ્ય કારણ છે.
બુલિયન માર્કેટમાં આજ રોજ સોનાના 10 ગ્રામનો ભાવ 32,000 રૂપિયા છે. સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો હજુ આગળ ચાલશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. સોનાનો ભાવ ઘટીને 31,000 રૂપિયા આસપાસ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ જો તમે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હો તો થોડી રાહ જોવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ 10 વર્ષમાં સૌથી ઓછી રહી છે. દેશમાં સોનાની માંગ 12 ટકા ઘટીને 87.7 ટન થઈ છે, જે 2017ના પ્રથમ સમાનગાળામાં 99.2 ટન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -