સ્વિમિંગ પૂલ અંદર બિકિનીમાં નુશરત ભરૂચાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
abpasmita.in | 13 Dec 2019 05:02 PM (IST)
હાલમાં નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત બિકિનીમા સ્વિમિંગ પૂલ અંદર જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત બિકિનીમા સ્વિમિંગ પૂલ અંદર જોવા મળી રહી છે. નુસરત આ તસવીરોમાં સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નુસરત પૂલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરી રહી છે. નુસરતે આ પહેલા પણ સોશિયલ મીડિયામાં બિકિની તસવીરો શેર કરી છે. નુસરતની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે. નુસરતે આ પહેલા પણ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. નુસરતે 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મની સિક્વલ 'પ્યાર કા પંચનામા-2' પણ આવી હતી. કાર્તિક આર્યન સાથે તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી છે. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે. (તસવીરો સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)