મુંબઈ: દક્ષિણ ભારતીય અને બોલીવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગઈ રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું, ત્યારબાદ પૂજાએ પોતે ટ્વિટરના માધ્યમથી ફેન્સને તેની જાણકારી આપી હતી. હવે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ રિસ્ટોર કરી દેવામાં આવી છે. પૂજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને લઈને પોતાનો અનુભવ શેર કર્યો.

તેણે લખ્યું, પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સુરક્ષાને લઈને વધારે તણાવપૂર્ણ સમય પસાર થયો. આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ કરવા માટે મારી ટેકનીકલ ટીમનો આભાર. અંતે, મારા હાથમાં મારૂ ઈન્સ્ટાગ્રામ પર પરત આવી ગયું.



પૂજાએ આગળ કહ્યું, 'આ સિવાય, મારા એકાઉન્ટમાંથી છેલ્લા એક કલાકમાં કોઈપણ સંદેશ આવ્યો હોય અથવા પોસ્ટ થઈ ગઈ હોય અથવા તો ફોલો થયું હોય, તે ફરી પહેલા જેવું થઈ જશે. મને આશા છે કે તમે કોઈ વ્યક્તિગત જાણકારી નહી આપી હોય'. આભાર.

અભિનયની વાત કરવામાં આવે તો પૂજા છેલ્લા અલ્લુ અર્જુન અભિનીત તેલુગૂ એક્શન ડ્રામ 'આલા વૈકુંઠપુરમૂલૂ'માં સ્ક્રીન પર જોવા મળી હતી. બોલીવૂડની વાત કરવામાં આવે તો તે છેલ્લા ફિલ્મ હાઉસફૂલ 4માં જોવા મળી હતી.