નવી દિલ્હી : દેશમાં લોકડાઉનના કારણે 12 કરોડથી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી પડી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના એક અનુમાન અનુસાર દેશમાં 12.2 કરોડ લોકોએ ગત મહિનામાં નોકરી ગુમાવી છે. CMIEએ એક ખાનગી સંસ્થા છે, જે બેરોજગારી સંબંધિત આંકડા પણ આપે છે અને અન્ય સંશોધન કરે છે.

સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર દરરોજ કમાતા એટલે કે દિહાડી મજૂરો અને નાના વેપારીઓ પર આ લૉકડાઉનની સૌથી ખરાબ અસર જોવા મળી છે. ફેરિયાઓ, કંસ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા કામદારો અને રિક્શા તથા હાથગાડી ચલાવતા લોકો પર લોકડાઉનનો સૌથી ખરાબ માર પડ્યો છે.

વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર, ભારતમાં 1.2 કરોડ લોકો ખૂબજ ગરીબીમાં સપડાયા છે અને તેમના માટે આજીવિકાનું મોટુ સંકટ ઊભુ થયું છે. વર્લ્ડબેન્કે એ પણ કહ્યું છે કે, દુનિયાભરમાં 4.9 કરોડ લોકો ગરીબીમાં સપડાયા છે અને તેમાં એ લોકો જે રોજના 1.9 ડૉલર પ્રતિદિનથી પણ ઓછામાં ગુજરાન ચલાવે છે.

કોરોના વાયરસ મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અસર વિશ્વના લગભગ તમામ દેશો પર જોવા મળી રહી છે અને જે વૈશ્વિક ગરીબી વધી રહી છે તેમાં ભારત ઝડપથી આગળ નજર વધતું નજર આવી રહ્યું છે. લોકડાઉનના કારણે હજુ પણ નોકરી ગુમવવાનો સિલસિલો ચાલુ રહેશે તેવું અનુમાન છે.

સીએમઆઈઈએ કહ્યું કે, લોકડાઉનના કારણે દેશમાં બેરોજગારીનો દર 24 મેના રોજ સમાપ્ત થતા સપ્તાહ દરમિયાન વધીને 24.3 ટકા પર આવી ગયો છે. તેમાં ગત અઠવાડિયામાં બેરોજગારી દર 24.01 ટકા પર હતો. CMIE અનુસાર લૉકડાઉન દરમિયાન ગામડાની બેરોજગારીની સરખામણીએ શહેરમાં બેરોજગારીમાં વધારો નજર આવી રહ્યો છે.