સાઉથની આ હોટ એક્ટ્રેસે શેર કરી બિકિની તસવીરો, ધોની સાથે અફેરને લઈ આવી હતી ચર્ચામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2019 03:44 PM (IST)
સાઉથની હોટ એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
મુંબઈ: સાઉથની બ્યૂટીફૂલ એક્ટ્રેસ રાય લક્ષ્મી ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર મુકેલી હૉટ અને બૉલ્ડ બિકીની તસવીરોને લઇને ચર્ચામાં છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. રાય લક્ષ્મી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે. વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાયલક્ષ્મીની આ તસવીરો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા. એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)