સાઉથની એક્ટ્રેસ રાય લક્ષ્મીએ શેર કરી હોટ તસવીરો, ધોની સાથેના અફેરને લઈ હતી ચર્ચામાં
abpasmita.in | 30 Nov 2019 10:25 AM (IST)
રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે.
મુંબઈ: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. રાય લક્ષ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે રાય લક્ષ્મી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાયલક્ષ્મીની આ તસવીરો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા. એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)