કહેવાય છે કે, રૉયલ એનફિલ્ડ આગામી EICMAમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇકનું કૉન્સેપ્ટ મૉડલ રજૂ કરશે. આ ઇલેક્ટ્રિક બાઇક કંપનીના 'Royal Enfield 2.0'નો હિસ્સો હશે. ઈટી ઑટોના રિપોર્ટ મુજબ, કંપનીના નવી સીઈઓ વિનોદ દસારી નું કહેવું છે કે હાલની મંદી ખતમ થઈ ગઈ છે.
તેમનું માનવું છે કે, રૉયલ એનફિલ્ડનું વેચાણ હજુ વધશે. તેમણે ભારતની બહાર કેટલાક સ્મૉલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઊભા કરવાની પણ વાત કહી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે કંપની આ સ્મૉલ સ્કેલ પ્લાન્ટ્સમાં નવી પ્રોડક્ટ્સ અને ઇલેક્ટ્રિક બાઇક્સ ડેવલપ કરશે. દસારીનું કહેવું છે કે, અમે નવી પ્રોડક્ટસ, ઇલેક્ટ્રિક અને અન્ય ચીજો પર ખર્ચ કરીશું. રૉયલ એનફિલ્ડના બે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, જેમાંથી એક યૂનાઇટેડ કિંગડમમાં છે અને બીજું ચેન્નઈમાં સ્થિત છે.