મુંબઈ: અભિનેત્રી રાધિકા આપ્ટેની દિગ્દર્શક તરીકે પ્રથમ ડેબ્યુ શોર્ટ ફિલ્મ 'ધ સ્લીપ વોકર્સ' ને આ વર્ષે ઓનલાઈન યોજાનારી પામ સ્પ્રિંગ ઇન્ટરનેશનલ શોર્ટ ફેસ્ટમાં ' ધ બેસ્ટ મિડનાઈટ શોર્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. રાધિકા આપ્ટેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, 'થેંક્યૂ!! પીએસ ફિલ્મ ફેસ્ટ. હમ પામ સ્પ્રિંગ ફેસ્ટિવલમાં બેસ્ટ મિડનાઈટ શોર્ટ જીતવા પર ખૂબ જ રોમાંચિત છે!!! ..બેસ્ટ મિડનાઈટ એવોર્ડ વિજેતા ધ સ્લીપવોકર્સ...શુભેચ્છાઓ!'

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, મે નિર્દેશનની પ્રક્રિયાનો ખૂબ આનંદ લીધો, હુ ઉત્સાહિત છુ, આશા રાખુ છુ કે લોકોને તેને જલ્દી જોઈ શકશે. મને આશા છે કે હુ નિર્દેશકના રૂપમાં વધારે કામ કરીશ. શહાના ગોસ્વામી અને ગુલશન દેવૈયા અભિનીત આ લધુ ફિલ્મને રાધિકાએ લખી અને નિર્દેશિત છે. આ સ્લીપવોકિંગના વિષય પર કેંદ્રિત છે.


બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે બોલ્ડ અંદાજના કારણે ફેન્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. એક્ટિંગની સાથે સાથે પોતાના બોલ્ડ અંદાજના કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. રાધિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. રાધિકાને વેબ સિરીઝની ક્વિન કહેવામાં આવે છે.