મુંબઇઃ ગ્લેમર ઇન્ડસ્ટ્રીની કન્ટ્રૉવર્સી ક્વિન રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે. સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર રાખી સાવંતે રવિવારે (28 જુલાઇ)એ મુંબઇ સ્થિત હૉટલમાં NRI સાથે સિક્રેટ વેડિંગ કરી લીધા છે. આ લગ્નમાં એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, રાખી સાવંતે મુંબઇની JW Marriott હૉટલના રૂમમાં રવિવારે બપોરે લગ્ન કર્યા, આ સિક્રેટ વેડિંગમાં કપલે પરિવારજનો ઉપરાંત 4-5 મહેમાનોનેજ સામેલ કર્યા હતા.



રાખીનું માનીએ તો બ્રાઇડલ ફોટોશૂટના કારણે લગ્નની ખોટી અફવા ફેલાઇ ગઇ, રાખીએ કહ્યું કે, હૉટલમાં તેના લગ્ન નથી થયા તે એક બ્રાઇડલ ફોટોશૂટ કરી રહી હતી. રાખીએ એ પણ કહ્યું કે, તે કોઇપણ પ્રકારના રિલેશનશીપમાં નથી.



આ અગાઉ પણ રાખી સાવંતની ગયા વર્ષે પણ લગ્નની ચર્ચાઓ વાયરલ થઇ હતી. ત્યારે તેની જોડી ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટના કન્ટેસ્ટન્ટ દીપક કલાલ સાથે હતી, તેની સાથે લગ્નની જાહેરાત કરી હતી.