બેગ્લુંરુઃ કર્ણાટકા વિધાનસભામાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિશ્વાસમત મેળવી લીધો છે. બહુમતી સાબિત કરવાની સાથે જ સ્પીકર આર રમેશે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. યેદિયુરપ્પાએ પોતાની ત્રણ દિવસ જુની સરકારની બહુમતી સાબિત કરવા માટે રાજ્યની વિધાનસભામાં સોમવારે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યુ કે ગૃહમાં તેમના નેતૃત્વવાળી સરકારમાં વિશ્વાસ છે.


યેદિયુરપ્પા સરકાર ફ્લૉર ટેસ્ટ પાસ કરી ચૂકી છે. 207 ધારાસભ્યો વાળી કર્ણાટકા વિધાનસભામાં બહુમતી માટે 104નો આંકડો જોઇતો હતો અને બીજેપી પાસે 105નો ધારાસભ્યો હતાં.



યેદિયુરપ્પાએ કહ્યું કે, તે બદલાની રાજનીતિમાં નહીં રહે અને તે ભુલવા અને માફ કરવાના સિદ્ધાંતમાં કામ કરે છે. વધુ કે તંત્ર પાટા પરથી ઉતરી ગયુ છે અને તેને ફરીથી પાટા પર લાવવાનું કામ કરવાનું છે.


વિશ્વાસ મત મેળવ્યા બાદ યેદિયુરપ્પા કહ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા ઇચ્છે છે. હું દરેકને અપીલ કરુ છુ કે, સરકારનું દરેક સમર્થન કરે.