તનુશ્રીએ 'લોઅર ક્લાસ' કહેતાં ગિન્નાયેલી આ એક્ટ્રેસ તનુશ્રી સામે માંડશે 50 કરોડનો માનહાનિનો દાવો, જાણો વિગત
નોંધનીય છે કે, તનુશ્રી દત્તાએ કેટલાક દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે નાના પાટેકરે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના એક સોંગમાં તેનું શોષણ કર્યુ હતુ, ત્યારબાદ આ ફિલ્મને તનુશ્રીએ અધવચ્ચેજ છોડી દીધી હતી. ત્યારબાદ આ સોંગ રાખી સાવંત પર ફિલ્માવામાં આવ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખી સાવંતે કહ્યુ હતુ કે, તમે કોઇને લોઅર કેસ ન કહી શકો. તનુશ્રીએ મને લોઅર ક્લાસ કહી. હું આ વાતને આમ જ છોડીશ નહી હું પણ 50 કરોડનો માનહાનિનો કેસ કરીશ. રાખીએ આગળ કહ્યુ કે તનુશ્રી આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ અને બેન્કમાં પૈસા મેળવવા માટે કરી રહી છે. તેમની પાસે પૈસા ન હતા, હવે આવતાની સાથે જ લાલ ઓડી કાર ક્યાંથી આવી? જો હું ખોટી છુ તો મને જેલમાં મોકલવામાં આવે.
મુંબઇઃ ફિલ્મી દુનિયામાં મીટૂએ તહેલકો મચાવી દીધો છે અને આને લઇને રેપ અને છેડતીની ઘટનાઓ એકપછી એક બહાર આવી રહી છે. નાના પાટેકર અને તનુશ્રી વિવાદ હજુ પણ અટકવાનુ નામ નથી લેતો, હવે આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. રાખી સાવંત એક્ટ્રેસ તનુશ્રી દત્તા સામે 50 કરોડનો માનહાનિ કેસ કરવાની છે. આ પહેલા આ વિવાદમાં તનુશ્રીએ રાખી સાવંત ઉપર 1 કરોડનો કેસ કરી દીધો હતો.
આ વિવાદમાં અગાઉ રાખીએ એક્ટર નાના પાટેકરનો સાથ આપતા કહ્યુ હતુ કે, ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લઈને પોતાના વેનિટી વેનામા પડી રહેતી હતી. આ વાત પર તનુશ્રીએ રાખી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જોકે રાખી પણ ચુપચાપ બેસી રહે તેવી નથી તેણે વળતો જવાબ આપતા તનુશ્રી પર 50 કરોડનો માનહાનિનો કેસ કરશે.
હું કોઇ પુરુષ કે કોઇ મહિલાનો સપોર્ટ નથી કરતી હું તો ફક્ત સત્યની સાથે છું. મીટૂ મામલે પોતાનો અભિપ્રાય આપતા રાખીએ કહ્યુ કે મીટૂ ખોટી દિશામાં જઈ રહ્યું છે. અસલી ટાર્ગેટથી આ અભિયાન એક પબ્લીસિટી સ્ટંટ બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -