બોલીવુડની હોટ એક્ટ્રેસનો ધડાકો, કહ્યું- ‘તનુશ્રી દત્તા લેસ્બિયન છે, તેણે મારા પર અનેક વાર રેપ કર્યો’
મુંબઈઃ બોલીવુડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન ગણાતી રાખી સાવંતે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તાને લઈ અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ રેપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ મુંડન પણ કેમ કરાવ્યું હતું તેનો પણ ખુલાસો રાખીએ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતનુશ્રીએ મારા માટે વાળનું મુંડન કરાવ્યું હતું. તેણે ખુદ મને આ વાત કરી હતી. તમે વિચારી રહ્યા હશો કે એક છોકરી એક છોકરી પર રેપ કેવી રીતે કરી શકે ? પરંતુ તનુશ્રીનું સૌથી મોટું સત્ય એ છે કે તે લેસ્બિયન છે. તેણે કહ્યું કે અંદરથી તે છોકરો છે. તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. જ્યાં નશીલો પદાર્થ લેતી હતી. અનેક વખત સિગરેટમાંથી તમાકુ કાઢીને તેમાં લીલા રંગની ચીજ ભરતી હતી. તેણે મને જબરદસ્તીથી આ બધું પીવડાવ્યું હતું. પીધા બાદ મારી હાલત હું હવામાં ઉડતી હોઉ તેવી થતી હતી.
રાખી સાવંતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાના પાટેકર, આલોકનાથ, અનુ મલિક, ગણેશ આચાર્યનો બચાવ કર્યો હતો.
રાખીએ એમ પણ કહ્યું કે, તનુશ્રી 12 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. હું નાદાન હતી અને તમામ વાતોથી અજાણ હતી. પરંતુ આજે હું મારી આપવીતી સંભળાવી રહી છું. માત્ર પુરષો જ રેપ નથી કરતા એક છોકરી પણ રેપ કરે છે. આ સાંભળીને લોકો હસી રહ્યા છે પરંતુ આ સત્ય છે. તનુશ્રીએ વારંવાર મારા પર રેપ કર્યો હતો.
રાખીએ કહ્યું, #MeToo ખૂબ થઈ ગયું હવે હું SheTooની શરૂઆત કરવા માંગું છું. આજે હું દુનિયાને સત્ય જણાવવા માંગુ છું. તનુશ્રીએ મારા પર અનેકવાર રેપ કર્યો છે. આ બધું બોલતા મને દુઃખ થઈ રહ્યું છે. મને ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. તનુશ્રી દત્તાએ મારા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કર્યો છે. તેણે મને ક્યાંયની રહેવા દીધી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -