મુંબઈ: જૂલાઈમાં 60 વર્ષનો થઈ ચૂકેલો સંજુ બાબા હવે ધીરે ધીરે સિનેમામાં પોતાની જગ્યા લઈ રહ્યો છે. પ્રયત્ન કરે છે કે, હીરો તરીકે અમિતાભ બચ્ચનની જેમ દમદાર એક્ટિંગ આપે. સંયજ દત્તની ફિલ્મ પ્રસ્થાન રિલીઝ થઈ ગઈ છે. તેમજ તે હાલમાં બીજી પાંચ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

સંજય દત્ત જ્યારે સામે હોય ત્યારે લોકોની બોલતી બંદ થઈ જાય અથવા તો લોકો આપોઆપ બધી વાતો શેર કરવા લાગે છે. તો એવું જ કંઈક જોવા મળ્યું ડાન્સ રિયાલીટી શો ‘નચ બલિયે 9’નાં સેટ પર. આ વખતે સંજય દત્ત શોના ખાસ મહેમાન તરીકે પધાર્યો હતો અને એ વખતે શોની જજ રવિના ટંડન પણ એક વાત બોલતા રોકાઈ ન શકી અને પોલ ખુલી ગઈ હતી.

શુટિંગ વખતે રવિના ટંડન એવું બોલી ગઈ હતી કે, સંજય દત્ત પર પહેલાથી જ એનો ક્રશ હતો. આ વાત રવિનાએ ભલે આટલા વર્ષો સુધી છુપાવી હોય પરંતુ હવે સંજય દત્તના આકર્ષણના કારણે આ વાત જાહેરમાં જણાવતાં તેને કોઈ સંકોચ થયો ન હતો. રવિના સંજય દત્ત પર ફિદા હોવાની વાત આટલા વર્ષે બહાર આવતાં સોશિયલ મીડિયામાં પણ એની જ ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત અને રવિનાએ ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

સેટ પર ઘણી બીજી જાણકારી પણ જાણવા મળી છે. સંજય દત્ત અને હોસ્ટ મનીષ પોલ વચ્ચે મસ્તી ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે ઘણી બોલીમાં ‘તમ્મા તમ્મા’નો મતલબ એવો થાય કે 100 ટકા માણસ સાચો છે.