ઈડીએ આ કાર્યવાહી પશ્ચિમ બંગાળ સરકારના વન્યજીવ વિભાગથી મળેલી જાણકારકીના આધારે કરી હતી. કલોકત્તાના સુપ્રદીપ ગુહાએ વિરુદ્ધ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કેસ થયો હતો. બંગાળ સરકારના વન્યજીવ વિભાગે આ એક્ટની ધારા 9, 39, 44, 48, 49 અને 51 અંતર્ગત સુપ્રદીપ ગુહા વિરુદ્ધ એક સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેના પર એવા વન્યજીવ રાખવાનો આરોપ છે જેને ભારતમાં રાખવા પર પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રદીપ ગુહા પાસેથી જપ્ત કરેલા પ્રત્યેક ચિમ્પાંઝીની કિંમત 25 લાખ અને અમેરિકી વાનરોની કિંમત 1.50 લાખ કિંમત આંકવામાં આવી છે. કુલ 81,00,000ની કિંમતની જપ્તી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વન્યજીવ વિભાગની ફરિયાદ પર બંગાળ પોલીસે પણ સુપ્રદીપ વિરુદ્ધ છેતરપિંડી કરી વન્ય જીવોની તસ્કરી કરવાનો કેસ નોંધ્યો છે. સુપ્રદીપે ગેરકાયદે રીતે મંજૂરીપત્ર મેળવી લીધું હતુ અને તે વન્ય જીવોની હેરાફેરી કરતો હતો.