મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે ચર્ચામાં આવનારી સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિચા ચક્રવર્તીને કેટલીય ફિલ્મોમાં ઓફર મળવા લાગી છે. છેલ્લે તે 2018ની ફિલ્મ જલેબીમાં દેખાઇ હતી. આ પછી તેને કોઇ કામ નથી મળ્યુ. પછી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેને કેટલીય વાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા હતા.  આ ચર્ચામાંથી બહાર આવ્યા બાદ રિયાને એક મોટા બજેટની ફિલ્મ ચહેરામાં કામ કરવાની ઓફર મળી. ચહેરે બહુજ જલ્દી રિલીઝ થવાની છે. રૂમી જાફરીની બહુચર્ચિત ફિલ્મ ચહેરેમા મહાનાયક અમિતાભ બચ્ચન, ઇમરાન હાશમી, અનુ કપૂર અને ક્રિસ્ટલ ડિસૂજા પણ કામ કરી રહ્યાં છે. રિયા આ ફિલ્મની રિલીઝને લઇને ખુબ ઉત્સાહિત છું. 


મહાભારતથી પ્રેરિત છે ફિલ્મ
હવે રિયાને મહાભારતથી પ્રેરિત એક ફિલ્મમાં કામ કરાની ઓફર આવી છે. જેમાં તે દ્રૌપદી બની શકે છે. TOIમાં છપાયેલી ખબર અનુસાર, 'મેરે ડેડ કી મારુતિ'માં કામ કરનારી રિયા એક મોટા બજેટની ફિલ્મમાં દ્રૌપદીનો રૉલ નિભાવશે. અખબાર અનુસાર, આ બહુ મોટો પ્રૉજેક્ટ છે, જેમાં મહાભારત અને દ્રૌપદીના કેરેક્ટરના જુદાજુદા આયામો બતાવવામાં આવશે. તેને બતાવ્યુ કે, આ ફિલ્મ આજની દુનિયાના હિસાબથી બનાવવામાં આવશે. એટલા માટે આ ફિલ્મ મૉડર્ન અને કન્ટેમ્પરરી હશે. તેને જણાવ્યુ કે દ્રૌપદીનો રૉલ રિયાને ઓફર કરવામાં આવી છે, પરંતુ હજુ બહુજ શરૂઆતી સ્તર પર આની વાતચીત થઇ રહી છે. 


તેલુગુ ફિલ્મોથી શરૂઆત
રિયાએ તેલુગુ ફિલ્મથી 2012માં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોમાં તેના ખાતમાં ફક્ત થોડીક જ ફિલ્મો સામેલ છે. બેન્ક ચોર તેની પહેલી ફિલ્મ હિન્દી ફિલ્મ હતી. આના બાદ તેને હાફ ગર્લફ્રેન્ડ, મેરે ડેડ કી મારુતિ, અને જલેબી માં પણ કામ કર્યુ છે. સુંશાંત સિંહ મામલા બહાર આવ્યા બાદ રિયા આજકાલ ઇન્સ્ટાગ્રામ પર મૉટિવેશન કૉટ લખે છે. તાજેતરમાં જ એક પૉસ્ટમાં તેને લખ્યુ હતુ- દુઃખ ત્યારે સાથે આવે છે, તો આનાથી તાકાત મળે છે. આના માટે તમારે મારા પર ભરોસો કરવા પડશે. લવ રિયા.