સંજનાને પૂછપરછ માટે અપરાધ શાખાના કાર્યાલયમાં લઈ જવામાં આવી છે. બેંગલુરુ પોલીસના જોઈન્ટ કમિશ્નર પાટિલે કહ્યું, “કોર્ટમાંથી સર્ચ વોરંટ મળ્યા બાદ, સંજનાના ઘરે ધરોડા પાડવામાં આવ્યા હતા.” કેન્દ્રીય અપરાધ શાખા અનુસાર, ગલરાની પર તે સમયથી જ નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે તેના મિત્ર રાહુલ વિરુદ્ધ ડ્રગ્સ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સીસીબીની ટીમે કન્નડ ફિલ્મ જગતની વધુ એક એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘરે થોડા દિવસ પહેલા દરોડા પાડ્યા હતા. તેના પર હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ હતો. રાગિની દ્વિવેદીને એ મામલામાં ધરપકડ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
સંજના ગલરાનીએ સિનેમા જગતમાં તમિલ ફિલ્મ ‘ઓરુ કધલ સેવીર’થી 2006માં પગ મુક્યો હતો. તેમણે કન્નડ ફિલ્મ ‘ગંદા હેંતાથી’માં પણ કામ કર્યું છે. તેની વચ્ચે પોલીસે વિરેન ખન્નાના ઘરે પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સના સેવન મામલે અગાઉથી જ ધરપકડ કરેલ છે. અત્યાર સુધી 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને 6ની ધરપકડ કરવામાં આવી છે.