નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાંજ PUBG મોબાઇલ ગેમ સહિત 118 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બેન થયા આ ગેમ હવે પ્લે સ્ટૉરમાં નથી દેખાઇ રહી. ભારતમાં PUBG ગેમનો જબરદસ્ત ક્રેઝ હતો. પરંતુ પબજી બેન થતા હવે ભારતી યૂઝર્સ બીજી ગેમ શોધવામાં લાગ્યા છે. ત્યારે આવા સમયે ભારતીયોને બે મોટી ગેમ હાથ લાગી છે.


ભારતમાં PUBG મોબાઇલ ગેમ બને થતાંજ ભારતીય યૂઝર્સ હવે બે મોટી ગેમ, એટલે કે Call of Duty: Mobile અને Garena Free Fire પાછળ પડ્યા છે. આ બન્ને ગેમ્સમો ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે

એક તાજા રિપોર્ટ પ્રમાણનુ માનીએ તો Garena Free Fire અને Call of Duty: Mobile જબરદસ્ત રીતે ડાઉનલૉડ કરી રહ્યાં છે. બેથી પાંચમી સપ્ટેમ્બરની વચ્ચે પ્લે સ્ટૉર અને એપલ સ્ટૉરમાંથી સૌથી વધુ વાર ડાઉનલૉડ થનારી ગેમ્સમાં સામેલ થઇ ગઇ છે. પબજી પ્રતિબંધિત થયા બાદ Garena Free Fireને 21 લાખ વાર જ્યારે Call of Duty: Mobile ગેમને 11.5 લાખ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે.