સતરૂપાએ રોશન ગેરી સામે ઓશીવારા પોલીસ સ્ટેશનમાં પૈસા ન ચૂકવવાની અને શૂટિંગ દરમિયાન પરેશાન કરવાની ફરિયાદ નોંધાવી છે. ઘટસ્ફોટ કરતાં તેણે કહ્યું કે, ઉલ્લુ એપના ડી-કોડના એક ભાગમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે સજ્જ બનેલી સતરુપાને સેટ પર કોસ્ચ્યુમ ટ્રાયલ વિના કેટલાક અંગ દેખાય તેવા ખુલ્લા કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે બહાદુર અભિનેત્રીએ આમ કરવાની ના પાડી હતી.
એક્ટ્રેસે કહ્યું કે, એપિસોડના શૂટિંગ દરમિયાન તેણે મને કોઈ પણ જાતના ટ્રાયલ વગર સ્લીઝી કપડા પહેરવાનું કહ્યું. મેં તે પણ કરી લીધું. મને અગાઉ કહેવામાં આવ્યું હતું કે તે એક બોલ્ડ શૂટ હશે, હું એ સીન માટે તૈયાર પણ હતી. કારણ કે મેં પહેલાથી જ ‘ફ સે ફંટાસી’ નામની વેબ સિરીઝ કરી હતી, જેમાં કેટલાક કામુક દ્રશ્યો પણ હતા. હતાશ સતરૂપાએ વધુમાં કહ્યું કે, “રોશને મને કોન્ટ્રાક્ટ પેપર ન આપ્યા અને શૂટિંગ પૂરુ થયા પછી પણ તે મારા સુધી ન પહોંચ્યા. વારંવાર પૂછપરછ કરવા છતાં છેલ્લા દિવસના શૂટિંગ સુધી મને ન મળ્યા’
સતરૂપાએ કહ્યું કે ‘હવે લગભગ 90 દિવસ થયા છે અને વારંવાર કોલ કરવા છતાં પણ મારા પૈસા મળ્યા નથી. જેથી મેં ઓશીવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મારી સામે તેને અનેક વખત ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ ઉપાડ્યો જ નહીં. અંતે પોલીસે કહ્યું છે કે જો મને આ મહિનાની 25મી તારીખ સુધીમાં પૈસા નહીં મળે તો રોશન સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવશે.