નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ ટી20 મેચ સીરિઝ પહેલા મેચના સ્થળમાં મોટા ફેરફાર કર્યાં છે. સીરિઝની પ્રથમ અને અંતિમ મેચના સ્થળમાં ફેરફાર કરવામા આવ્યા છે. પ્રથમ ટી-20 મેચ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે જ્યારે અંતિમ મેચ 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે.


આ પહેલા સીરિઝની પ્રથમ મેચ મુંબઈમાં 6 ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ તે દિવસે બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠ અને બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરના ‘મહાપરિનિર્માણ દિવસ’ છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા અસમર્થતા દર્શાવી હતી. તે દિવસે લાખોની સંખ્યામાં આંબેડકરના સમર્થકો શહેરના દાદર સ્થિત ચૈત્યભૂમિ (સ્મારક) પાસે આવે છે.

બીસીસીઆઈના એક અધિકારીને નામ ન આપવાના શરતે જણાવ્યું કે, બીસીસીઆઈ મુંબઈ અને હૈદરાબાદમાં રમાનારી મેચના સ્થળમાં ફેરફાર કરવા તૈયાર થઈ ગઈ ગયું છે. અમે હૈદરાબાદ ક્રિકેટ સંઘના અધ્યક્ષ મોહમ્મદ અઝરૂદ્ધીનની સહમતિ મળ્યા બાદ ફેરફાર કર્યા છે.
INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા

ઈશાંત શર્માએ પિંક બોલથી રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકોર્ડ બનાવનારો પ્રથમ ભારતીય બોલર બન્યો