મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે 3 માર્ચે પોતાનો બર્થ-ડે અનોખી રીતે સેલિબ્રેટ કર્યો હતો. હાલ તે પોતાના કો-સ્ટાર ટાઈગર શ્રોફ સાથે ‘બાગી 3’ના પ્રમોશનમાં બહુ જ વ્યસ્તા છે. મંગળવારે પણ પ્રમોશન દરમિયાન અભિનેત્રીને સ્પેશિયલ સરપ્રાઈઝ મળ્યું હતું. જેથી તેનો બર્થ-ડે યાદગાર બન્યો હતો.
‘બાગી 3’ની ટીમ નડિયાદવાલા, ટાઈગર શ્રોફ અને ફેન્સે સાથે મળીને શ્રદ્ધાને સરપ્રાઈઝ આપી હતી. શ્રદ્ધાએ દિવસની શરૂઆત એક એનજીઓમાં પહોંચીને કરી હતી અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.
ત્યાર બાદ ટાઈગર સ્પેશિયલ સરપ્રાઈઝ સાથે આવ્યો હતો અને શ્રદ્ધાનો દિવસ યાદગાર બન્યો હતો. પહેલા શ્રદ્ધાએ બાળકો સાથે અને ત્યાર બાદ ટાઈગર સાથે કેક કાપી હતી.
ટીમ નડિયાદવાલા અને ટાઈગર શ્રોફે એક ગ્રાન્ડ સરપ્રાઈઝ ગોઠવી હતી. જ્યાં શ્રદ્ધાની બિલ્ડીંગ નીચે તેના 100 સુપર એક્સાઈટેડ ચાહકો રાહ જોઈ રહ્યા હતાં. ત્યાર બાદ ટાઈગર અને 40 ડાન્સર્સે શ્રદ્ધાના ઘરની બહાર ત્રણ ગીત પર ફ્લેશ મોબ પર્ફોર્મ કર્યું હતું.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ-ડે, કયા અભિનેતાએ આપી સરપ્રાઈઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2020 02:03 PM (IST)
‘બાગી 3’ની ટીમ નડિયાદવાલા, ટાઈગર શ્રોફ અને ફેન્સે સાથે મળીને શ્રદ્ધાને સરપ્રાઈઝ આપી હતી. શ્રદ્ધાએ દિવસની શરૂઆત એક એનજીઓમાં પહોંચીને કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -