ન્યાયપાલિકાના પ્રવક્તા ઘોલમહુસૈન ઇસ્માઈલીએ કહ્યું કે, આ કેદીઓની તપાસ કરવામાં આવી છે અને તેમના સેમ્પર નેગેટિવ આવ્યા છે. તેમને કામચલાઉ ધોરણે જામીન પર છોડવામાં આવ્યા છે.
ઇરાનની જે જેલમાં કેદીઓની સંખ્યા વધારે છે અને ભરેલી છે, ત્યાં કોરોના વાયરસો ફેલાવો રોકવા માટે કેદીઓને લઈને કામચલાઉ ધોરણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે ‘સિક્યોરિટી પ્રિઝરન્સ’ એટલે કે જે કેદીઓને પાંચ વર્ષ કરતાં વધારે સજા થઈ છે તેને છોડવામાં આવ્યા નથી.
એક બ્રિટિશ સાંસદ અનુસાર, બ્રિટિશ-ઇરાની ચેરિટી વર્કર નાજનીન જધારી-રૈટક્લિફને પણ ટૂંકમાં જ છોડવામાં આવશે. નાજનીનના પતિ છેલ્લા સપ્તાહે શનિવારે કહ્યું હતું કે તેમનું માનવું છે કે તેની પત્નીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તે હાલમાં તેહરાનની એવિન જેલમાં બંધ છે. જોકે અધિકારીઓએ તેની તપાસ કરવાની ના પાડી દીધી છે.
નાજનીન જધારી-રૈટક્લિફને જાસૂસીના આરોપમાં દોષી સાબિત થયા બાદ 2016માં તેને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જોકે બ્રિટનનું કહેવું છે કે તે નિર્દોષ છે. નાજનીનના પતિએ સોમવારે જણાવ્યું કે, ેતની પત્ની પોતાના પરિવારની સાથે સંપર્કમાં છે અને પોતાના સારા સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે.
ઈરાનમાં ચીન બાદ કોરોના વાયરસનો ખતરો સૌથી વધારે છે. વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના 90 હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને જેમાં અત્યાર સુધી 3110 લોકોના મોત થયા છે. જ્યારે ઈરાનમાં છેલ્લા 2 સપ્તાહમાં 77 લોકોના મોત થયા છે. અહીં 2330થી વધારે કેસ સામે આવ્યા છે.
ઈરાનમાં મંગળવારે કોરોના વાયરસના 835 નવા કેસ સામે આવ્યા. ત્યારે 290 સભ્યોની ઈરાની સંસદમાં 23 સાંસદોને કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા છે.