મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાંજ લોકપ્રિય થનાર એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. હાલમા આ એક્ટ્રેસે ચોંકવાનારો ખુલાસો કર્યો છે. શ્રુતિએ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો છે કે તેને શરાબની લત હતી.
શ્રૃતિએ એક ટૉક શોમાં સ્વીકાર્યુ કે તેને દારૂની આદત પડી ગઇ હતી. જેના કારણે તેના કેરિયર પર અસર પડી. અને તે વધી જતાં થોડાક સમય માટે તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો.
શ્રુતિએ જણાવ્યું કે, જો કે હવે તેણે આ ખરાબ આદત છોડી દીધી છે. અને છેલ્લા એક વર્ષથી નશાથી દૂર છે તે પછી તેણે દારૂને હાથ પણ નથી લગાડ્યો. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તે તાજેતરમાં જ ગંભીર રૂપે બિમાર થઇ ગઇ હતી અને તેણે તેના માટે સારવાર લેવી પડી હતી. ત્યારે ડૉક્ટરે જણાવ્યું હતું કે વધારે પડતા આલ્કોહોલના કારણે આ થયું છે.
ઉલ્લેખનીય છે કે શ્રૃતિનું થોડા સમય પહેલાં જ બૉયફ્રેન્ડ માઇકલ કૉરસેલનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. માઇકલે શ્રૃતિ અને પોતાના બ્રેકઅપની પોસ્ટ ટ્વિટર પર કરી હતી. માઇકલે ટ્વિટ કર્યુ હતુ, ભગવાનને કદાચ મંજૂર ન હતુ તેથી અમારે અલગ થવુ પડ્યુ. પરંતુ આ યંગ લેડી હંમેશા મારી બેસ્ટ મેટ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેકઅપ બાદ પણ બંને સારા મિત્રો છે.
બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસનો ચોંકવાનરો ખુલાસો, દારૂની લતના કારણે ફિલ્મોમાંથી લેવો પડ્યો હતો બ્રેક
abpasmita.in
Updated at:
12 Oct 2019 10:14 PM (IST)
એક ટૉક શોમાં શ્રૃતિએ સ્વીકાર્યુ કે તેને દારૂની આદત પડી ગઇ હતી. જેના કારણે તેના કેરિયર પર અસર પડી. અને તે વધી જતાં થોડાક સમય માટે તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -