આ પ્રથમવાર નથી જ્યારે બેન્કે ચોક્સી દ્ધારા ડિફોલ્ટ અંગેની જાણકારી આપી છે. બેન્કના મતે ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડે લોન લીધી હતી. જ્યારે ચોક્સીએ લોન એમાઉન્ટ ચૂકવ્યું નથી તો 31 માર્ચ 2018ના રોજ તેને નોન પરફોર્મિગ એસેટ એટલે કે એનપીએમાં નાખી દેવામાં આવ્યું. મેહુલ ચોક્સીએ અંગે ખુલાસો એવામાં સમયમાં થયો છે જ્યારે સીબીઆઇ તેને ભાગેડું જાહેર કરવાની માંગ કરી રહી છે. તાજેતરમાં જ મુંબઇની એક કોર્ટને સીબીઆઇએ આગ્રહ કર્યો હતો કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરવામાં આવે.
એજન્સીએ કહ્યું કે તે આ મામલામાં બિન જામીનપાત્ર વોરંટનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો છે. સીબીઆઇ મામલામાં સ્પેશ્યલ જજ વી.સી બારદે સમક્ષ નિવેદન આપીને એજન્સીએ કહ્યું કે મામલામાં એફઆઇઆર નોંધાઇ તે અગાઉ ચોક્સી દેશ છોડીને ભાગી ગયો છે. હાલમાં મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે.