મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ ફરી એકવાર ફિલ્મોમાં એન્ટ્રી મારી રહી છે. ફિલ્મ 'ધ તાશકંદ ફાઇલ્સ'થી એક મોટા પડદે વાપસી કરવા જઇ રહી છે. આ પહેલા તે વર્ષ 2017માં મોટા પડદા પર જોવા મળી હતી, તેને વરુણ ધવન અને આલિયા ભટ્ટની બદ્રીનાથ કી દુલ્હનનીયામાં ભૂમિકા નિભાવી હતી.



શ્વેતા બસુ પ્રસાદે 2002માં આવેલી ફિલ્મ 'મકડી'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મથી તે ખુબ પૉપ્યુલર બની હતી. જોકે, આ બાદ તેને મળનારી ફિલ્મોની સંખ્યા ઓછી થઇ ગઇ હતી.



ત્યારબાદ તેનુ નામ એક સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યુ હતું, વર્ષ 2014માં હૈદરાબાદના બંઝારા હિલ્સમાં એક સેક્સ સ્કેન્ડલમાં શ્વેતા બસુ પ્રસાદની સંડોવણીથી સનસની મચી ગઇ હતી. તપાસમાં સામે આવ્યુ કે શ્વેતા આ ધંધામાં 1 લાખ રૂપિયા લેતી હતી, જેમાંથી 15 હજાર રૂપિયા દલાલને મળતા હતા. આ રેકેટમાં શ્વેતાની સાથે તેલુગુ ફિલ્મના એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાલુને પણ અરેસ્ટ કરવામાં આવ્યો હતો, તે દલાલી કરતો હતો.



શ્વેતા બસુ પ્રસાદની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મ ધ તાશકંદ ફાઇલ્સ આગામી 12 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યુ છે.



ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, મિથુન ચક્રવર્તી, મંદિરા બેદી, પલ્લવી જોશી, પંકજ ત્રિપાઠી અને વિનય પાઠક મુખ્ય ભૂમિકામાં છે. આ એક થ્રિલર ફિલ્મ છે.