શ્વેતાએ એક મનોરંજન પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે, તે કોરોનાથી સંક્રમિત છે. તેણે કહ્યું કે, તેને 16 સપ્ટેમ્બરે ખાંસી થઈ હતી ત્યારે તેના વર્તમાન શોના નિર્માતાએ તેને ટેસ્ટ કરવા કહ્યું હતું. શ્વેતાએ ઈટાઈમ્સને જણાવ્યું કે, તે સ્વસ્થ છે, સારું છે કે,મારી પાસે પર્યાપ્ત રૂમ છે. તેથી મે પોતાને અલગ કરી લીધી છે.
આ પહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે, કેટલાક દિવસોથી શ્વેતાની તબિયત સારી નહોતી. એવામાં તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. તેના બાદથી જ શ્વેતાના કોઈ સમાચાર નહોતા.
ઉલ્લેખનીય છે કે, શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમાં પાર્થ સમથાન, કસોટી જીંદગી -2ના લીડ એક્ટર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેના બાદ શ્રેણું પારિખ, હિમાની શિવપુરી, સારા ખાન, રાજેસ કુમાર, રાજેશ્વરી સચદેવ અને સચિન ત્યાગી પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.