નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની હત્યા બાદ આખા દેશમાં ગુસ્સો ફેલાયો છે. આ રિપોર્ટ્ સામે આવતા જ બૉલીવુડ સેલેબ્સ પણ બાળકીને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે. એક્ટ્રેસ સોનમ કપૂરે બાળકીની હત્યા મામલે ટ્વીટ કર્યુ તો લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ.

સોનમ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે બાળકીની મોતને એજન્ડા ના બનાવવો જોઇએ. લોકોએ ટ્રૉલ કરતાં લખ્યુ કે કઠુઆ કેસને એજન્ડા બનાવ્યો હતો ત્યારે ક્યાં ગયો તો તમારો સારા ખાન.



સોનમ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું કે, હું બેબી... ના રિપોર્ટ છે બહુજ દુઃખી છું, તેના પરિવાર અને તેના માટે દુઆ કરુ છું. હું લોકોને અપીલ કરુ છું કે આને પોતાના પર્સનલ એજન્ડા ના બનાવો. આ એક નાની બાળકીની હત્યાનો મામલો છે અને આને નફરત ફેલાવવા માટે યૂઝ ના કરો. આ ટ્વીટ બાદ લોકોએ એક્ટ્રેસને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.