આંધ્ર પ્રદેશેના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ એક અભૂતપૂર્વ નિર્ણય કરતાં પોતાના 25 સભ્યના મંત્રિમંડળમાં પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો શુક્રવારે નિર્ણય કર્યો. નવા મંત્રપરિષદની રચના શનિવારે એક જાહેર કાર્યક્રમમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ શુક્રવારે પોતાના આવાસ પર વાયએસઆર કોંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક બોલાવી જેમાં તેમણે પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, અલ્પસંખ્યક અને કાપૂ સમુદાયના એક એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
તેમણે પોતાના ધારાસભ્યોને એ પણ કહ્યું કે, કેબિનેટમાં મુખ્યરીતે નબળા વર્ગોના સભ્યો હશે જ્યારે અપેક્ષા એવી હતી કે રેડ્ડી સમુદાયને મંત્રિમંડળમાં મુખ્ય સ્થાન મળશે.