મુંબઈઃ સની લિયોન અને ડેનિયલ વેબરની પુત્રી નિશા કૌર ચાર વર્ષની થઈ ગઈ છે. નિશાના બર્થ ડે પર તેમણે ફ્રોઝન થીમ પર બર્થ ડે પાર્ટી રાખી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સની લિયોને દીકરીના બર્થ ડે પર ખાસ તસવીર શેર કરી હતી.

તેણે ફોટો શેર કરીને લખ્યું, હેપ્પી બર્થ ડે મારી નાની પરી નિશા કૌર વેબર. તું અમારા જીવનમાં રોશની જેવી છે અને ભગવાને અમને  પરી આપી. હેપ્પી બર્થ ડે બેબી ગર્લ.


સની લિયોનની આ તસવીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. નિશાનો બર્થ ડે વીડિયો પણ વાયરલ થયોછે. આ વીડિયોમાં તે પેરેન્ટ્સ સાથે મળીને કેક કાપતી નજરે પડી રહી છે. સની અને ડેનિયલે 2017માં નિશાને દત્તક લીધી હતી. નિશા ઉપરાંત સની અને ડેનિયલને બે બાળકો પણ છે. સની અવારનાર તેના પરિવારના ફોટા શેર કરતી રહે છે.


(તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

ગાંગુલીને BCCI અધ્યક્ષ બનાવવાને લઈ સેહવાગે શું કર્યું ટ્વિટ ? જાણો વિગતે

પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરે કોહલીને લઈ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈ કરી આ વાત