નવી દિલ્હીઃ એક્ટ્રેસ સની લિયોની હાલ અમેરિકામાં છે. લોકડાઉન વચ્ચે તે મે મહિનામાં ભારતથી અમેરિકા પરત ફરી હતી. જ્યારે મુંબઈમાં હતી ત્યારે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું કડક પાલન કરતી હતી અને હાલ કેલિફોર્નિયામાં છે ત્યાં પણ તેનું પાલન કરી રહી છે.

સની લિયોનીએ સોશિયલ મીડિયા પર દરિયા કિનારે મસ્તી કરતી બે તસવીર શેર કરી છે. આ બંને તસવીરોને શેર કરીને તેણે લખ્યું, સોશિયલ ડિસ્ટેંસિંગ અને સમુદ્ર કિનારે મસ્તી કરવી જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. તેણે એક તસવીર શેર કરીને લખ્યું, બીચ પર સોશિયલ ડિસ્ટેંસિંગ, તેનાથી વધારે શ્રેષ્ઠ કંઈ ન થઈ શકે. કેલિફોર્નિયા લવ. આ તસવીરમાં તેણે બ્લૂ સ્વિમર અને ક્રોપ ટોપ પહેર્યુ છે.



આ ઉપરાંત પતિ ડેનિયલ સાથે તસવીર શેર કીરને લખ્યું, આ તડકામાં હું મારા હોટી ડેનિયલ વેબર સાથે. ફોટો માટે પોઝ આપતી વખતે બંનેના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યં છે. તડકાથી બચવા બંનેએ ટોપી અને ચશ્મા પહેર્યા છે.



સની લિયોની બિગ બોસ સ્પર્ધક રહી ચુકી છે. તેણે 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. સની લિયોનીના ઈન્સ્ટાગ્રામ પર 37 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.