અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમદાવાદ મહાનગર પાલિકાએ કવાયત શરૂ કરી છે. તેમજ એક મોટો નિર્ણય લીધો છે. ST બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ પેસેન્જરનું ટેસ્ટિંગ શરુ કરાયું છે. અમદાવાદમાં સંક્રમણ ને અટકાવવા રેપિડ કીટથી ટેસ્ટિંગ શરુ કરાયું છે.


શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST સ્ટોપ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મુસાફર સંક્રમિત હશે તો તરત સારવાર માટે ખસેડાશે. બસમાં આવતા મુસાફરો ભાગી ના જાય તે માટે પોલીસ પણ તૈનાત કરાઈ છે. લક્ષણો દેખાતા દર્દીઓને હોસ્પિટલ મોકલવામાં આવશે.

લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને સમરસ ખાતે સારવાર અપાશે. રાણીપ એસટી સ્ટેન્ડ ખાતે 125 લોકોના રેપિડ ટેસ્ટમાં ચાર લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.