બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તમન્ના હૈદરાબાદમાં એક વેબ સીરિઝનું શૂટિંગ કરતી હતી ત્યારે થોડી અસ્વસ્થતા લાગતાં તાત્કાલિક ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનો કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે.

ઓગસ્ટમાં તમન્નાના પિત સંતોષ ભાટિયા અને માતા રજનીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણકારી ખુદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. તમન્નાએ પોસ્ટમાં લખ્યું કે, તેના માતા-પિતામાં કોરોના સાથે સંકળાયેલા લક્ષણો જોવા મળતા હતા અને જ્યારે ટેસ્ટ કરાવ્યો ત્યારે પોઝિટિવ આવ્યો.

તમન્ના ટૂંક સમયમં બોલિવૂડ ફિલ્મ બોલે ચૂડિયામા જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને કબીર દુલ્હન સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

[insta]

[/insta]

આ પહેલા અનેક ફિલ્મ સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, આફતાબ શિવદાસાની, જેનેલિયા ડિસૂઝા સહિત અનેક સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">