ખૂબ જ હોટ અંદાજમાં રેસ્ટોરન્ટ બહાર જોવા મળી એક્ટ્રેસ તારા સુતારિયા, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2019 05:12 PM (IST)
મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં કામ કરી રહેલી એક્ટ્રેસ તારા સુતારિયા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. તારા ડિનર કરી રેસ્ટોરન્ટની બહાર નિકળી તો મીડિયાના કેમેરામાં કેદ થી ગઈ હતી. તારા ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી. ત્યારબાદ તારાનો આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં યૂઝર્સ તેને દિશા પટણી વર્ઝન 2.0 કહી રહ્યા છે. દિશા પટણી પોતાની હોટ તસવીરો શેર કરે છે જેના કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. 23 વર્ષની તારા સુતારિયા સિંગર અને બેલી ડાન્સર છે. તે ડિઝનીના 'The Suite Life of Karan & Kabir', 'Oye Jassie' જેવા ઘણા શોમાં કામ કરી ચૂકી છે. તારા વિદેશમાં પણ ઘણી જગ્યાએ કોન્સર્ટમાં પરફોર્મ કરી ચૂકી છે. તારા ડિઝની ચેનલમાં વીજે અને એમ્બેસડર તરીકે કામ કરી ચૂકી છે.