અમિત શાહે કહ્યું કે, પિત્રોડાએ કહ્યું હતું કે, કેટલાક લોકોની ભૂલ પર આખા દેશને દોષિત ઠેરવી શકાય નહી. જેના પર રાહુલે જણાવવું જોઇએ કે શું તે આતંકી ઘટનાઓ માટે પાકિસ્તાનને જવાબદાર માનતા નથી. રાહુલ ગાંધીએ એ પણ જણાવવું જોઇએ કે પિત્રોડાના નિવેદનથી આતંકવાદનો સામનો કરવા માટે તેમની નીતિ શું છે.
અમિત શાહે જણાવ્યું કે, કોગ્રેસ અધ્યક્ષે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે શું તે આ પ્રકારના જઘન્ય હુમલાને સામાન્ય ઘટના ગણે છે. સર્જિકલ સ્ટ્રાઇકના સમયે રાહુલ ગાંધીએ ખૂનની દલાલીની વાત કરી હતી અને હવે એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે આ માટે દેશની પ્રજાની માફી માંગવી જોઇએ. કોગ્રેસના આ નિવેદનથી શહીદોનું અપમાન થયું છે.