નવી દિલ્હીઃ થોડાક દિવસે પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક તસવીર પૉસ્ટ કરીને પોતાની જુની યાદો વગોળી હતી. આ તસવીરમાં તે ટ્રકમાં ચઢેલો દેખાઇ રહ્યો હતો. તેને લખ્યુ હતુ કે હુ એકસમયે ટ્રકમાં બેસીને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા જતો હતો. હવે આ મામલે સેક્સી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફની કૉમેન્ટ કરી છે.

હાર્દિક પંડ્યાએ પોતાની એક જુની તસવીર શેર કરતાં લખ્યુ હતુ કે, "તે દિવસો, જ્યારે હું લૉકલ મેચ રમવા માટે ટ્રકમાં બેસનીને જતો હતો" એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાર્દિકના ફોટો અને કેપ્શન પર ફની કૉમેન્ટ કરી, લખ્યુ- "સન્માન છે, એટલે સુધી કે હું પણ બાસ્કેટબૉલ રમવા માટે ટ્રેનમાં મુસાફરી કરતી હતી"




આ કૉમેન્ટ બાદ હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ ઉર્વશી વચ્ચેના સંબંધોની વાતો ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉર્વશી અને હાર્દિક વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી.