OMG! આ અભિનેત્રીને થયો ડેંગ્યુ, પડોશી શાહિદ કપૂરને ફટકારી નોટિસ
11 સપ્ટેમ્બર સુધીમાં મુંબઈની અલગ-અલગ હોસ્પિટલમાં ડેંગ્યૂના 1500 દર્દીઓ દાખલ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યા બાલનના બે પાડોશીઓ શાહિદ કપૂરને શુક્રવારે બીએમસીએ નોટિસ ફટકારી છે. જુહૂ તારા રોડ પર તેના એપાર્ટમેંટમાં એડિસ એજિપ્ટ મચ્છરોને રોકવામાં તે નિષ્ફળ રહ્યા છે.
વિદ્યાના પ્રવક્તાએ જાણકારી આપી છે કે વિદ્યા બાલનને ગઈ કાલે ડેંગ્યુ થયો હોવાની જાણ થઈ છે. ડોક્ટરે તેમને 10-15 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.
મુંબઈ: અભિનેત્રી વિદ્યા બાલનને ડેંગ્યુ થયો છે અને હાલ તે મુંબઈના સબઅર્બમાં આવેલા પોતાના ઘરમાં આરામ કરી રહી છે.
બીએમસીને શુક્રવારે એક અભિયાન દરમિયાન શાહિદના સ્વિમિંગપુલ કે જેને ઉપયોગમાં લેવાતો નથી તેમાં એડિસ મચ્છરો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યા બાલનના ફ્લેટની નીચે બે માળ છોડીને શાહીદ કપૂરનું પણ ઘર છે. બીએમસીએ શાહીદ કપૂરને સેક્શન 382 અંતર્ગત શાહીદ કપૂર પર 10,000નો દંડ ફટકાર્યો છે.
હાલ વિદ્યા જલ્દી સાજી થઈ જાય તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. વિદ્યા બાલન તેમની આગામી ફિલ્મ કહાની-2માં જોવા મળશે, આ ફિલ્મ નવેમ્બરમાં રીલિઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -