Zareen Khan Wedding : ઝરીન ખાન (Zareen Khan) અને શિવાષીષ મિશ્રા (Shivashish Mishra) એકબીજાને લગભગ છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યાં છે, અને હવે બન્ને બહુ જલદી લગ્નનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. બન્નેના લગ્નના સમાચાર પણ હવે સામે આવવા લાગ્યા છે, જોકે, ક્યારે કરશે તેનો કોઇ ખુલાસો નથી થયો. ખાસ વાત છે કે, ઝરીન ખાન સલમાન ખાનની સાથે બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ, લોકો તેને સલમાનની ગર્લફ્રેન્ડ કહેતા હતા, આ પહેલા કેટરીના કૈફને પણ સલમાનની ગર્લફ્રેન્ડ કહેતા હતા, પરંતુ કેટરીના બાદ હવે વધુ એક સલમાનની હીરોઇને ઝરીન ખાન લગ્ન કરવા જઇ રહી છે. 


તાજેતરમાં જ સ્પૉટબૉયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઝરીન ખાને પોતાના રિલેશન અને મેરેજ પ્લાનિંગ અંગે ખુલાસો કર્યો, ઝરીને કહ્યું કે તે શિવાષીષ મિશ્રાને પ્રેમ કરે છે અને બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે. 






સ્પૉટબૉયમાં વાતચીત દરમિયાન ઝરીનને તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેને સ્પષ્ટ કરી દીધુ કે તે રિલેશનમાં છે, પરંતુ હાલમાં લગ્ન અંગે કંઇ વિચાર્યુ નથી. તેને માન્યુ કે તે શિવાષીષ મિશ્રા સાથે ખુબ ખુશ છે, અને સંબંધોને એક વર્ષ થઇ ચૂક્યુ છે, બન્ને એકબીજાને સમજી રહ્યા છે, તેની અને શિવાષીષ મિશ્રાની વિચારસરણી ખુબ મેચ થાય છે. 


ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાન અને શિવાષીષ મિશ્રાએ બન્નેએ પોતાના સંબંધોને ગયા વર્ષે ઓફિશિયલ કર્યા હતા, જ્યારે ઝરીને ગોવામાંથી હૉલીડે તસવીરો શેર કરીને શિવાષીષ મિશ્રાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી, આ પછી આ કપલ અનેકવાર સાથે સ્પૉટ થતુ રહ્યું છે.