DC vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે ટક્કર જોવા મળશે. વાનખેડે સ્ટેડિયમમાં પંત અને રાહુલની ટીમો આમને સામને ટકરાશે, બન્ને ટીમો જીત સાથે પ્લેઓફમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે. જાણો કેવી હશે બન્નેની આજની પ્લેઇંગ ઇલેવન


પિચ રિપોર્ટ -
આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, આ ગ્રાઉન્ડ પર બેટ્સમેનોને વધુ મદદ મળે છે. આ ઉપરાંત રાતના સમયે ભેજની અસર જોવા મળે છે. આવામાં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.  


ખલીલની ઇજા ચિંતાનો વિષય -
દિલ્હી માટે સૌથી મોટી સમસ્યા ખલીલ અહેમદની ઇજા છે. તે ગઇ મેચમાં ન હતો રમી શક્યો. જોકે ચેતન સાકરિયાએ તે મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. આવામાં તેને ફરી એકવાર મોકો મળી શકે છે 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પૃથ્વી શૉ, ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), લલિત યાદવ, રૉવમેન પૉવેલ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા. 


લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હૂડ્ડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટૉઇન્સ, આયુષ બદોની, જેસન હૉલ્ડર, દુષ્મન્તા ચમીરા, મોહસીન ખાન, આવેશ ખાન, રવિ બિશ્નોઇ. 


કઇ ટીમ જીત માટે છે ફેવરિટ - 
હાલનુ ફોર્મ જોતા આ મેચમાં લખનઉના પાસે ફરી એકવાર જીત હાંસલ કરવાનો મોકો છે, તેને દિલ્હીને ગઇ વખત પણ હરાવ્યુ હતુ. 


આ પણ વાંચો......... 


Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો


Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું


Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા


Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા