મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સેક્સી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ફેન્સે પણ બન્નેને એપ્રિશિએટ કર્યા છે. વીડિયોમાં સુષ્મિતા, રોહમનની સાથે જબરદસ્ત એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે.

વીડિયોમાં સુષ્મિતા સેન પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમનની સાથે છે, રોહમન પહેલા એકલો સ્ટ્રેચ કરે છે અને પછી સુષ્મિતા પણ તેની સાથે વર્કઆઉટ કરવા આવે છે. વીડિયોના કેપ્શનમાં એક લાઇન પણ લખી છે કે પ્યાર ખુબસુરત હોય છે.


ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય એક્ટ્રેસ સુષ્મિતા છેલ્લા કેટલાય સમયથી મોટા પડદાથી દુર છે, અનેક વાર એક્ટ્રેસ અને તેનાથી 16 વર્ષના નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની અફેરની ચર્ચા મીડિયામાં આવી રહી છે.