ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપનાં ટૂર્નામેન્ટ નિર્દેશક સ્ટીવ એલવર્થીએ સોમવારનાં દાવો કર્યો હતો કે, વર્લ્ડ કપ 2019ની એક લાખથી વધારે ટીકિટો મહિલાઓએ ખરીદી લીધી છે. એલવર્થીએ આઈસીસીનાં વિજ્ઞાપનમાં કહ્યું હતું કે, 1,10,000થી વધારે મહિલાઓએ ટીકિટ ખરીદી છે. વિશ્વ કપને જોવા અને અનુભવ કરવા માટે એક લાખથી વધારે દર્શકો 16થી ઓછી ઉંમરનાં પણ આવશે.
આઈસીસીએ આશા વ્યક્ત કરી છે કે, આ ટૂર્નામેન્ટથી યુવા ખેલાડી રમત સાથે જોડાવવા માટે પ્રેરિત થશે. આઈસીસીની જાહેરાત અનુસાર ટૂર્નામેન્ટની ટીકિટો માટે 30 લાખથી વધારે આવેદન આવ્યા હતા. ટૂર્નામેન્ટની કેટલીક મેચોની ટીકિટો માટે 40,000 સુધી આવેદન આવ્યાં છે.
વિશ્વ કપની શરૂઆત 30 મેનાં યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચેની મેચથી થશે. ટૂર્નામેન્ટ દરમિયાન 10 ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એક-બીજા સામે ટકરાશે. જેમાંથી ટોપની ચાર ટીમો સેમીફાઈનલમાં પહોંચશે.
મહિલાઓએ વર્લ્ડ કપ 2019ની કેટલી ટીકિટો ખરીદી, આંકડો જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
28 May 2019 08:56 AM (IST)
આઈસીસીએ આશા વ્યક્ત કરી છે કે, આ ટૂર્નામેન્ટથી યુવા ખેલાડી રમત સાથે જોડાવવા માટે પ્રેરિત થશે. આઈસીસીની જાહેરાત અનુસાર ટૂર્નામેન્ટની ટીકિટો માટે 30 લાખથી વધારે આવેદન આવ્યા હતા. ટૂર્નામેન્ટની કેટલીક મેચોની ટીકિટો માટે 40,000 સુધી આવેદન આવ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -