મુંબઈ: સિંગર કમ્પોઝર અદનાન સામી આજકાલ કામમાંથી રજા લઈને જર્મની પહોંચી ગયો છે. જ્યાં તેણે પત્ની સાથે મળીને પુત્રી મેડિનાનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. અદનાને સોશિયલ મીડિયા પર બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. અદનાને ટ્વિટર પર લખ્યું હતું કે, મારી ડાર્લિંગ રોયા જાન અને પરી મેડિના સાથે મ્યુનિખ, જર્મનીના કાર્નિવલમાં મસ્તી.
બે વર્ષની પુત્રીને અદનાન સામીએ સ્ટ્રોલર ગિફ્ટ આપી છે. જેની કિંમત 4500 ડોલર એટલે કે, 3 લાખ 14 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. આ સ્ટ્રોલર બ્રિટિશ ઓટોમોબાઈલ કંપની એસ્ટન માર્ટિને તૈયાર કર્યું છે. જેમાં અલગ જ ખાસિયત છે.
આ ગિફ્ટ વિશે અદનાન સામીએ INASને કહ્યું, મને કારનો ખૂબ શોખ છે અને હું જેમ્સ બોન્ડનો ફેન છું. મારી મૂવી લાઈબ્રેરીમાં જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોનું કલેક્શન છે. હું મેડિનાને એક સુંદર સ્ટ્રોલર ગિફ્ટ કરવા માગતો હતો અને આ માટે એસ્ટન માર્ટિન પર્ફેક્ટ છે.
અદનાને કહ્યું હતું કે, એસ્ટન માર્ટિન કારમાં જે પ્રકારનું લેધર વપરાય છે તે જ પ્રકારનું લેધર આ સ્ટ્રોલરમાં પણ વાપરવામાં આવ્યું છે. આમાં ખાસ સસ્પેંશન હોવાથી તે સરળતાથી ચાલે છે. આ સ્ટ્રોલર એક વિશેષ એસ્ટન માર્ટિન બ્લેન્કેટ સાથે આવે છે જેને ઘેટાંના ઉનમાંથી બનાવાય છે.
બે વર્ષની પુત્રીના બર્થ-ડે પર અદનાન સામીએ શું આપી ગિફ્ટ? ગિફ્ટની કિંમત જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
12 May 2019 02:19 PM (IST)
સિંગર કમ્પોઝર અદનાન સામી આજકાલ કામમાંથી રજા લઈને જર્મની પહોંચી ગયો છે. જ્યાં તેણે પત્ની સાથે મળીને પુત્રી મેડિનાનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. અદનાને સોશિયલ મીડિયા પર બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -