મુંબઈ: બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતાં સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે. જોકે બોલિવુડ સિતારાઓ માટે તો રોજ નવી પાર્ટી હોય છે. ઘણા સેલેબ્સ ઘરે જ પોતાના મિત્રોને બોલાવે છે અથવા તો અમુક બહાર જઈને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. આવા કેસમાં ફોટોગ્રાફર્સ તેમને હંમેશા કેમેરામાં કેદ કરવા તત્પર હોય છે. શનિવારે રાત્રે મુંબઈમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું.

બોલિવુડની મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સૌથી વધુ ધ્યાન અર્જુન- મલાઈકાની જોડીએ ખેંચ્યું હતું. મલાઈકાની ક્લોઝ ફ્રેન્ડ કરીના અને પતિ સૈફ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

ચારેય સાથે પાર્ટી કરતા જોવા મળે એવું ભાગ્યે જ બને છે. લૂક્સની વાત કરીએ તો મલાઈકા હંમેશાની જેમ સેક્સી લાગી રહી હતી. તેણે સિલ્વર કલરનો હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. અર્જુને બ્લુ ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

કરીના અને સૈફ હાથમાં હાથ નાંખીને પહોંચ્યા હતા. સૈફ બ્લેક ટી શર્ટમાં હેન્ડસમ લાગતો હતો તો પ્રિન્ટેડ ફ્લોરલ ડ્રેસમાં કરીના સ્ટાઈલિશ લાગી રહી હતી. સૈફ હવે નેટફ્લિક્સની સીરીઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળશે. કરીના ઈરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે.

આજકાલ મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરને આ વિષે પૂછાયું તો અર્જુને કહ્યું હતું, હું અત્યારે ફક્ત 33 વર્ષનો છું અને મને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. મને ખબર છે કે લગ્નની સીઝન છે પરંતુ લગ્ન એક મોટું કમિટમેન્ટ છે. હું લગ્ન કરીશ પણ ત્યારે જ્યારે હું તૈયાર હોઈશ. મારા મતે મારા લગ્ન કોઈ એવો મુદ્દો નથી જેના વિષે વાત કરવી જોઈએ. હું લગ્ન કરીશ તો બધાને ખબર પડી જશે.