બોલિવૂડ અને ટીવી જગતની કન્ટેન્ટ ક્રિએટર એકતા કપૂર મહિલાઓના મુદ્દા પર ખૂબ જ હિંમતપૂર્વક પોતાના નિવેદન આપતી હોય છે. ટીવી ક્વિન એક્તા કપૂરનું કહેવું છે કે, દેશની મોટા ભાગની મહિલાઓ સેક્સુઅલિટીને પાપ માને છે. તેમણે કહ્યું કે, ‘લિપસ્ટિક અન્ડર માય બુર્કા’ ‘ધ ડર્ટી પિકચર, ‘ડોલી કિટી’ ‘વો ચમકતે સિતારે’ જેવી સશક્ત મહિલા કેન્દ્રિત  કહાણીઓને આગળ વધારવાનો સચેચ નિર્ણય કર્યો છે.

એકતા કપૂરે મહિલા મુદ્દે શું આપ્યો અભિપ્રાય

એકતા કપૂરે સેક્સુઅલિટી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, મોટા ભાગના દેશોમાં મહિલાની કામુકતાને પાપ માનવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને પણ  એવું કહેવામાં આવ્યું છે કે, હું પણ  સિરિયલ અને ફિલ્મમાં મહિલાને સાડી અને સિંદૂરમાં વધુ બતાવું છું. મહિલાનો જે રીતે વિકાસ થયો છે તે જોઇને કહી શકું કે, મહિલા સાડી પહેરે કે સ્વિમ શૂટ એ મહિલાની પોતાની મરજી હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે, મહિલા તેમના પરિધાનની પસંદગીના કારણે સારી કે નરસી ન સાબિત થવી જોઇએ.