નવી દિલ્હીઃ એપલે નવા આઇફોન્સ માટે એક મેગ્નેટિકલી એટેચ બેટરી પેક પર કામ શરૂ કર્યુ છે. આ એક્સેસરી હેન્ડસેટને વાયરલેસ રીતે ચાર્જ કરશે, અને આનાથી કંપનીને વધુ એક આકર્ષક એડ ઓન પ્રૉડક્ટ મળશે. જાણકારી અનુસાર એપલ એક વર્ષ બાદ મહિનામાં આને લૉન્ચ કરશે. જાણકારી પ્રમાણે એપલ આને ડેવલપ કરી રહી છે, અને iPhone 12ની રિલીઝ બાદના મહિનાઓમાં આને લૉન્ચ કરવામા આવી શકે છે. IPhone 12 મૉડલ ઓક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.


મેગસેફ સિસ્ટમનો ઉપયોગ કરતા બેટરી પેક iPhone 12ની પાછળ એટેચ હશે, આ પ્રૉડક્ટથી જોડાયેલા એક વ્યક્તિના અનુસાર, બેટરી પેકના કેટલાક પ્રૉટોટાઇપમાં એક સફેદ રબર બહારની તરફ રહેશે. નવી એક્સેસરી ગયા આઇફોન્સના એપલ બેટરી એન્ડ ઓનથી અલગ હશે, જેમાં આ કેબલ એડિશનલ બેટરી લાઇફ આપે છે, અને પ્રૉટેક્ટિવ કેસ તરીકે કામ નથી કરતુ.

સૉફ્ટવેરના ઇશ્યૂના કારણે ડેવલપમેન્ટ ધીમુ
ઇન્ટરનલ ટેસ્ટિંગમાં મેગ્નેટિક એટેચમેન્ટ સિસ્ટમ ચાર્જિંગ યૂનિટનુ ખુબ સાબિત થયુ, પરંતુ સૉફ્ટવેર અને પેક ઓવરહેટિંગ જેવા મુદ્દાઓના કારણે આનુ ડેવલપમેન્ટ ધીમુ થઇ ગયુ છે. એટલા માટે ડેવલપમેન્ટ મોડુ થઇ શકે છે. જોકે એપલના પ્રવક્તાએ આને લઇને કોઇ કૉમેન્ટ નથી કરી.