Shophie Turner And Joe Jonas Announce Divorce: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના જેઠ જો જોનાસ અને જેઠાણી અભિનેત્રી સોફી ટર્નર છેલ્લા ઘણા દિવસોથી તેમના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. હવે આ અહેવાલો પર મૌન તોડતા, સોફીએ જાહેરાત કરી છે કે તેઓ અલગ થઈ રહ્યા છે.


સોફી ટર્નરે છૂટાછેડાની પુષ્ટિ કરી


સોફી ટર્નરે આ પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. છૂટાછેડા અંગે, સોફીએ એક નિવેદન જારી કરીને લખ્યું, "અમારા બંનેનું નિવેદન - ચાર અદ્ભુત વર્ષો પછી, અમે પરસ્પર સંમતિથી અમારા લગ્નને સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. અમે આવું શા માટે કરી રહ્યા છીએ તે વિશે ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં તે અમારો નિર્ણય છે અને અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિ ગોપનીયતા માટે અમારી અને અમારા બાળકોની ઇચ્છાઓને માન આપશે."


સોફી અને જોના ચાહકોને આંચકો લાગ્યો


છેલ્લા કેટલાક દિવસોથી સોફી અને જો તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં હતા. ગઈકાલે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જેમાં તેમના બંને હાથમાં લગ્નની વીંટી જોવા મળી હતી. આ વીડિયો જોઈને તેમના ચાહકો એ વિચારીને ખૂબ ખુશ થઈ ગયા કે કપલના છૂટાછેડાના સમાચાર માત્ર અફવા છે. પરંતુ હવે સોફીના આ નિવેદને તેના ફેન્સનું દિલ તોડી નાખ્યું છે.






દંપતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા


સોફી ટર્નર અને જો જોનાસે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 1 મે, 2019 ના રોજ લગ્ન કર્યા. લગ્ન બાદ દંપતી બે બાળકોના માતા-પિતા બન્યા હતા. ઘણીવાર બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.