હોલીવુડનો સુપરસ્ટાર પ્રોસ્ટિટ્યુટ સાથે સેક્સ માણે છે તેવી વીડિયો ક્લિપ ટીવી પર બતાવાઈ ને......
તહેરાનઃ ઈરાનમાં સરકારની માલિકીની ટીવી ચેનલ આઈરીબ પર હોલીવુડના સુપરસ્ટાર જેકી ચાનની સેક્સ ક્લિપ ભૂલથી ચાલી ગઈ હતી. ઈરાનના કિશ ટાપુ પર આ પ્રસારણ બતાવાતાં ભારે હોબાળો થયો હતો. આ ભૂલના પગલે આઈરીબના બોસ તથા અન્ય કેટલાક કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે આઈરીબનાં ટીવી પ્રેઝન્ટરે એવી મજાક કરી હતી કે, આઈરીબ ટીવી પર એવું લખાયું હોત કે જેકી ચાન જેની સાથે સેક્સ માણે છે એ પ્રોસ્ટિટ્યુટ બનતી એક્ટ્રેસને પરણેલો છે તો વિવાદ ના થયો હોત. ગયા સપ્તાહે ઈરાનમાં હાથમાં હાથ નાંખીને ફરતાં કપલ બતાવાયાં ત્યારે તે પતિ-પત્નિ છે તેવી કેપ્શન લખાઈ હતી.
જેકી ચાન પોતાની એક ફિલ્મમાં પ્રોસ્ટિટ્યુટ સાથે સેક્સ માણે છે તેવો સીન આવે છે. આઈરીબ ટીવી પર આ સીન બતાવી દેવાયો હતો. ઈરાનમાં સ્ત્રી અને પુરૂષોના હાથ મિલાવવા પર પણ પ્રતિબંધ છે. કોઈ સ્ત્રી અને પુરૂષ હાથ મિલાવે તો એ પણ ગુનો ગણાય છે ત્યારે આવો સીન ચાલી જતાં હોબાળો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -