#MeToo પર સલાહ આપીને ફસાઈ આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
હવે ડિસ્કશન દરમિયાન દીપિકાએ તુરંત જ વાતની દિશા ફેરવી. પણ આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર યુઝર્સ રાની મુખર્જીના વિચાર અને તેની સલાહ પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો અહીં સુધી કહી દીધુ કે, કદાચ રાની એટલે બોલે છે કારણ કે તેને લાગે છે કે વધુ બોલવું સારુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની બોલતી હતી ત્યારે જ દીપિકાએ તેને વચ્ચેથી રોકી હતી. દીપિકાએ કહ્યું હતું કે, આવી પરિસ્થિતિ જ કેમ આવવા દેવી જ્યારે દીકરીઓએ પોતાનો બચાવ કરવા માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી પડે. આ વાત પર ત્યાં બેઠેલી આળિયા અને અનુષ્કાએ પણ તેની સાથે સહમતી દર્શાવી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ રાણી મુખર્જી મૂટી મૂવમેન્ટને લઈને પોતાના એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. એક ચેનલના એક શોમાં રાની મુખર્જીની સાથે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, તબ્બૂ અને તાપસી પન્નૂ પહોંચ્યા હતા. જ્યાં મીટૂને લઈને ચર્ચા થઈ રહી હતી. રાણીએ કહ્યું કે, જો તમે નહીં ઈચ્છો કે તમારી સાથે કંઈ ખોટું થાય તો એવું નહીં થાય. યુવતીને પોતાના રક્ષણ માટે માર્શલ આર્ટ આવડવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -